About BHALEJ
ભાલેજ ગામની ભવ્યતા
પ્રારંભનું પ્રથમ પગથિયું
અનેક ઐતિહાસિક અને આશ્ચર્યજનક માહિતીને પોતાના પાલવમાં છુપાવીને બેઠેલું ભાલેજ ગામ આણંદ જિલ્લાના ખમીર તરીકે ઓળખાય છે. આ ગામને પ્રગતિના પંથે દોડતું કરવા માટે તેની જુસ્સાદાર પ્રજાને ભુતકાળનો ઇતિહાસ યાદ કરાવવો જરૂરી છે.
સાચો અને વિશ્વાસપાત્ર ઇતિહાસ લખવા માટે અવષેશો જેવા પ્રથમ કક્ષાના તેમજ સાહિત્યના દ્વિતીય કક્ષાના સાધનોની જરૂર પડે. લોકગીત, લોકવાયકા, લોકકથાના આધારે લખાયેલ ઇતિહાસને ઇતિહાસ નહી, પરંતુ વર્ણનનોંધ તરીકે ઓળખવામાં આવે છે.
ભાલેજ ગામના ઇતિહાસની રચના માટે... આ બંને કક્ષાના સાધનોની સાથે લોકકથા, લોકવાયકાને પણ ધ્યાનમાં લેવાઇ છે. એટલા માટે કે...પ્રજા જેમ છાશ ભેગી કરી વલોણાયંત્રથી માખણ તારવે છે...આથી લોકવાયકા એ પણ માખણ બનાવવા માટેની છાશ છે.
ભદ્રકાળી વાવ
ભાલેજની વાવ આ બાબતનો ઐતિહાસિક પુરાવો આપવા માટે આજે પણ મોજુદ છે.
પાટણના રાજમાતા મીનળદેવી પ્રસિધ્ધ જૈન યાત્રાધામોની મુલાકાતે નીકળ્યા ત્યારે આ શાહી સવારીની સગવડ માટે વણઝારાઓ અગાઉથી ઉતારા સ્થળે પહોંચી જતા. આ વણઝારાઓના નેતા.. લાખા વણઝારાની સલાહથી અહી વેપારીઓ તેમજ યાત્રાળુઓની સગવડ માટે વાવ બનાવવામાં આવી હતી.
વાવના પથ્થરો પર લખેલ...”પટ્ટણ” શબ્દ પાટણની રાજમાતા મીનળદેવી તરફ સંકેત આપે છે.
દંતકથા મુજબ..રસ્તાની દિશા અંગે ભ્રમ થતાં રાજમાતા ભુલા પડયા ત્યારે વાવ પાસેથી સૈનિકો તેમને શોધી શકયા..આથી ગામનું નામ ભારજ (ભાળ=ખબર) પડયું... આ લોકવાયકામાં સત્યનું એક નાનકડું ટીપું સચવાયેલું છે. જે આજના ભાલેજ શબ્દની ઉત્પત્તિનો નિર્દેશ આપે છે.
સુલતાન મહમુદ બેગડો
મહેમદાવાદ શહેરનો સ્થાપક અને જુનાગઢ, પાવાગઢ નામના બે ગઢ જીતીને...બેગડાનું બીરૂદ મેળવનાર સુલતાન મહમુદે પણ આ નગરની મુલાકાત લીધી હશે... તેની મુલાકાતનું કારણ...ધર્મપ્રચાર તેમજ ...પાવાગઢ તરફની લશ્કરી કુચ હોઇ શકે...હાલમાં ઠાકોરવાડાની પાસે આવેલા તળાવ કિનારે ઠાકોરવાડા, મોટા રોજા, કબ્રસ્તાનમાં..ગુંબજવાળા મકબરા પ્રાચીનતાના પુરાવા આપી રહ્યા છે. ઇતિહાસ કહે છે કે... ગુંબજવાળા મકબરાએ મહેમુદ બેગડાના સ્થાપત્ય...કળાના નમુના છે.
મરાઠા સમયની યાદ
આ ઐતિહાસિક નગરીએ મરાઠાઓનો પણ સ્વાદ ચાખ્યો હશે. ગુજરાતના મરાઠાકાલીન ઇતિહાસમાં મળતી નોંધ મુજબ... પેશ્વા વહીવટમાં કલમબંધી ગામોમાં આ નગરીનો સમાવેશ થયો હતો.
મરાઠાઓ સલામતી માટે વધુ સક્રિય હોઇ..આજનું મહારાષ્ટ્રદુર્ગ(કિલ્લા)થી ભરેલું છે. આવો કિલ્લો એટલે કે રાજાના મહેલ તેમજ તેની આસપાસનો કોટ... હાલમાં જ્યાં કુમારશાળાનું જર્જરીત મકાન છે તેની આસપાસનો કોટ મરાઠા સમયની યાદ અપાવે છે.
ઉપરોકત આધારો અને અવતરણો પરથી આજના “ભાલેજ” શબ્દની ઉત્પત્તિ વિશે કહી શકાય કે ... ભદ્રાવતીનો “ભા” ભદ્દીલજનો “લ” ભાળજનો “જ” મળીને ભાલજ નામ અસ્તિત્વમાં આવ્યું જે ભાષાની સરળતા અર્થે આજનું “ભાલેજ” બન્યું હશે.
ખમીરવંતી પ્રજા
ગામની પ્રજાના...ભુતકાળના કામો, ધંધા, વ્યવસાય તેમજ બનાવો, પ્રસંગો અને ઉત્સવોની ઉજવણી..જેવી ઝીણવટભરી પરિસ્થિતિ જોતા...અહીંની પ્રજા જુસ્સા અને ગુસ્સાવાળી હોવાનું તારણ મળે છે.
આજની પ્રજાની જીવન-રીતી પરથી પણ આ સ્થિતિ સ્પષ્ટ થઇ શકી છે.
પ્રજા બહારવટું કરવામાં, વરસાદના ભરોસે ખેતરમાં ખેડવામાં, તેમજ નવા ધંધા- ઉદ્યોગોની સ્થાપનામાં જે પહેલ કરતી હતી તે પરથી પ્રજાના સાહસનો પરિચય મળે છે.
નવું જાણવા, જોવા, અપનાવવામાં આ પ્રજાની ધગશ દાદ માંગી લે તેવી છે. પ્રજાની ધગશના કારણે જ... માત્ર 12570 ની વસ્તી ધરાવતા નાનકડા ગામમાં ધો.1થી 12 સુધીની બે શાળાઓ આવેલી છે.
પ્રજા સહનશીલ છે, તેનો જીવંત પુરાવો પ્રજાની પ્રાથમિક જરૂરિયાતોની અગવડતા. . સહન કરવાની શક્તિ પરથી મળ્યો છે. આઝાદીના આટ આટલા વર્ષો પછી... વિજળી અને પાણીની અનિયમિતતા સહન કરીને પણ... થોડામાં ઘણું માની ....સંતોષથી જીવતી આ પ્રજાએ કયારેય.. આંદોલન કે આક્રમણના રસ્તે જવાનું વિચાર્યું નથી.
ઘડીયાળનો કાંટો જોયા વિના.. ખેતરોમાં કાળી મજદુરી કરતા સ્ત્રી-પુરુષો, બાળકો, પોલીસ તેમજ લશ્કરી ભરતી માટે મેદાન પર અથાગ કસરત કરતા યુવાનો... આ ગામ મહેનતું હોવાનો પ્રાથમિક પૂરાવો આપે છે. સેવા અને ઉદારતા નામની બે બહેનપણીઓએ આ ગામને જાણે પોતાનું પિયર બનાવ્યું હોય તેમ અહીના લોકોના સ્વભાવ અને સંસ્કારો પરથી ફલીત થાય છે. ભુકંપ હોય, કોમી તોફાનો હોય કે પછી... માનવીને મુશ્કેલીમાં મુકનાર કોઇપણ સ્થિતિ હોય.. ત્યારે પ્રજા ધર્મ ભૂલી જાય છે. અને અહી તન, મન, ધનથી માનવસેવાની સરવાણી વહે છે.
by M####:
Include the "vanta vistar" in this app